ગુજરાતીમાં આ માહિતી આપતાં અમને આનંદ થાય છે. ખાસ નોંધઃ ઉપરના મુખ્ય મૅન્યુમાં, વિશેષ માહિતી માટે આપેલી વિકલ્પોની લિંક માત્ર અંગ્રેજીમાં ખુલશે. જો આપને મદદની જરૂર જણાય યા વિશેષ માહિતી મેળવવી હોય તો અમને ફોન (ફોન નં.) યા ઈમેઈલ info@welcomecentre.ca કરી શકો છો.

તમને જોઈતી તમામ સેવાઓ... બધું એક જ સ્થળે!

અઢળક માહિતી અને સ્ત્રોત વચ્ચે યોર્ક અને ડર્હામ વિસ્તારમાં ઇમિગ્રન્ટ્સને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે એક જ છત નીચે વેલકમ સેન્ટર ઇમિગ્રન્ટ્સ સર્વિસ દ્વારા એક જ જગ્યાએ સેવા અપાય છે.

ગ્રાહકોને વિના મૂલ્યે સેવાઓ આપવામાં આવે છે.

Les services sont disponibles aussi en français.

કેન્દ્ર વિશે

મુખ્ય ઇમિગ્રન્ટ સેવામાં સામેલ છેઃ વસાહત અને સંકલન સેવા, ભાષાકીય તાલીમ, એક્રેડિટેશન અને લાયકાત અંગે સહાય, રોજગાર સહાય, અર્થઘટન સેવા, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે સેવા.

અન્ય સેવાઓ સમુદાયની જરૂરિયાતના આધારે નક્કી કરવામાં આવશે (જેમ કે કાનૂની સેવાઓ, માનસિક આરોગ્યની સેવા, સાંસ્કૃતિક રીતે યોગ્ય હોય તેવું પારિવારિક માર્ગદર્શન વગેરે)

યોર્ક વિસ્તારમાં કેન્દ્રોનું સંચાલન પાંચ ઇમિગ્રન્ટ સેવા સમુદાય સંગઠનો દ્વારા થાય છે જેમાં કોસ્ટી (COSTI) ઇમિગ્રન્ટ સર્વિસ, કેથોલિક કમ્યુનિટી સર્વિસ ઓફ યોર્ક રિજન (CCSYR), સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિટી સર્વિસિસ (CICS), 移民綜合服務中心(華諮處), 移民综合服务中心(华咨处), કેનેડા માટે નોકરીનું કૌશલ્ય અને સામાજિક સાહસ સામેલ છે. ડર્હામ વિસ્તારમાં કેન્દ્રોનું સંચાલન કમ્યુનિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ ડર્હામ અને ડર્હામ રિજન અનએમ્પ્લોય્ડ હેલ્પ સેન્ટર દ્વારા કરવામાં આવે છે.

સેવાઓ

વસાહત અને સંકલન સેવાઓ

આવાસ, આરોગ્ય કાળજી, સામાજિક વીમા ક્રમાંક, બાળ સંભાળ, સમુદાય અને સરકારી સ્રોત, પાયાની જરૂરિયાતો વગેરેમાં સહાય.

અંગ્રેજી ભાષાના વર્ગો

કમ્પ્યુટરની સહાયથી સૂચના સાથે અંગ્રેજીના વર્ગો, યોગ્ય ઉમેદવારો માટે ચાઇલ્ડમાઇન્ડીંગ અને પરિવહન ભથ્થું.

એક્રેડિટેશન અને લાયકાતની સહાય

એક્રેડિટેશન માહિતી સહાય અને આંતરરાષ્ટ્રીય તાલીમબદ્ધ વ્યવસાયિકો માટે માહિતી, એક્રેડિટેશન પોર્ટફોલિયો સહાય અને એક્શન પ્લાન

રોજગાર સહાય સેવાઓ

નોકરીની શોધ માટેની કાર્યશિબિર, રિઝ્યુમ સહાય, કામ પર પરત આવવાનો એક્શન પ્લાન, નોકરીની શોધ માટેના સ્રોત, મફત ઇન્ટરનેટ અને ફેક્સ સુવિધા.

ભાષાકીય સહાય

અનુવાદ અને અર્થઘટન સેવાઓ.

મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે સેવા

અભ્યાસ પરથી સાબિત થયું છે કે ઇમિગ્રન્ટ મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની સંકલન પ્રક્રિયામાં સહાય માટે વિશેષ સેવાની ખાસ જરૂરિયાત હોય છે. પૂરી પડાતી સેવાઓમાં સહાય જૂથો, શૈક્ષણિક સહાય, માહિતી સત્ર વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સેવાઓ

અન્ય સેવાઓ સમુદાયની જરૂરિયાતના આધારે નક્કી કરવામાં આવશે (જેમ કે કાનૂની સેવાઓ, માનસિક આરોગ્યની સેવા, સાંસ્કૃતિક રીતે યોગ્ય હોય તેવું પારિવારિક માર્ગદર્શન વગેરે)